આમિર ખાને ગરીબોને લોટની થેલીમાં પૈસા છુપાવીને વહેંચ્યા? એક્ટરે આપ્યો જવાબ
હાલ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે અનેક લોકો ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની મદદ કરવા માટે સામે આવ્યા. અનેક તેવા છુપા દાનવીરો છે જે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે અને આ કારણે જે રોજની રોજ કમાણી કરીને ખાતા મજૂર અને ગરીબ લોકોની મુશ્કેલી અનેક ધણી વધી ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ સ્થિતિમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ પોતાની રીતે મદદ કરવા માટે આગળ આવ્યા છે. અને આર્થિક રીતે યોગદાન રહ્યા છે. ત્યારે હાલમાં જ અભિનેતા આમિર ખાન (Aamir Khan)ના યોગદાનની ખૂબ જ ચર્ચા થઇ રહી છે. સોશિયલ મીડિયામાં તેવી ખબરો ઉડી છે કે આમિરે લોટની થેલીમાં પૈસા છુપાવીને પૈસા આપી રહ્યા છે. આ પર હવે ખુદ આમિર ખાને સ્પષ્ટતા આપી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી તેવી ખબરો વાયરલ થઇ હતી કે આમિર ખાને ટ્રક ભરીને એક એક કિલોના લોટના પેકેટ મોકલ્યા છે. જેની અંદર 15 હજાર રૂપિયા હોય છે. જો કે આ વાતની કોઇ પુષ્ટિ નહતી થઇ કે આવું આમિર ખાન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
જો કે ખબરોને વધુ હવા મળતા આમિર ખાને આ મામલે ખુલાસો કર્યો છે. તેમણે આ અંગે પોતાના ઓફિશ્યલ એકાઉન્ટથી ટ્વિટ કર્યું છે તેમણે કહ્યું કે - ગાઇઝ, હું તે વ્યક્તિ નથી જે લોટમાં પૈસાનું પેકેટ રાખે છે. આ પૂરી રીતે ખોટી ખબર છે. આ હું નથી બની શકે આ કોઇ રોબિનહૂડ હોય જે પોતાનું નામ બતાવવા નથી માંગતો. સુરક્ષિત રહો.
જો કે આમિર ખાનના આ ટ્વિટને પણ લોકોએ આવકાર્યું છે. અને તેમની પ્રામાણિકતાના વખાણ થઇ રહ્યા છે. જો કે આમિર ખાનને લઇને એક ટિક ટોક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કોઇએ 1-1 કિલાના લોટની બોરીમાં પૈસાનું પેકેટ આપવાની વાત કરી હતી. દરેક પેકેટમાંથી 15 હજાર રૂપિયા મળ્યા હતા. અને આ ટિકટૉક વીડિયોમાં આવું કરવા પાછળ આમિર ખાનનો હાથ હોવાની વાત ઉચ્ચારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસમાં આપેલા દાન વિષે આમિર ખાને કોઇ ખુલાસો નથી કર્યો. વર્ક ફં વિષે વાત કરીએ તો આમિર ખાનની આવનારી ફિલ્મ લાલ સિંહ ચડ્ડાને લઇને તે ખૂબ મહેનત કરી રહ્યા છે. અને આ ફિલ્મમાં ફરી એક વાર આમિર ખાન અને કરીના કપૂરનો ઓન સ્ક્રીન રોમાન્સ તમને નજરે પડશે.
Waiting to see the romance of Karina Kapoor. Amir khan is a beautiful actor and person in this world.
ReplyDelete@masudbcl
😅
Delete